તમામ રેકોર્ડ તૂટ્યા, દેશમાં કોરોનાના કુલ કેસ 21 લાખને પાર, જો કે રિકવરી રેટ આપે છે ખુબ રાહત

દેશભરમાં કોરોના વાયરસ (Corona Virus) થી સંક્રમિત થયેલા લોકોની કુલ સંખ્યા 21 લાખને પાર થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના સૌથી વધુ 64,399 કેસ સામે આવ્યાં છે. દેશમાં કોરોનાના અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસની સંખ્યા 21,53,011 થઈ ગઈ છે જ્યારે ડિસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 14,80,884 થઈ છે. 
તમામ રેકોર્ડ તૂટ્યા, દેશમાં કોરોનાના કુલ કેસ 21 લાખને પાર, જો કે રિકવરી રેટ આપે છે ખુબ રાહત

નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસ (Corona Virus) થી સંક્રમિત થયેલા લોકોની કુલ સંખ્યા 21 લાખને પાર થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના સૌથી વધુ 64,399 કેસ સામે આવ્યાં છે. દેશમાં કોરોનાના અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસની સંખ્યા 21,53,011 થઈ ગઈ છે જ્યારે ડિસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 14,80,884 થઈ છે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ દેશભરમાં કોરોનાથી અત્યાર સુધીમાં 43,379 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 861 લોકોના મોત થયા છે. જો કે રિકવરી રેટ વધીને 68.78 ટકા થયો છે. જ્યારે પોઝિટિવિટી રેટ 8.95 ટકા થયો. સંક્રમણના કુલ કેસમાં વિદેશી નાગરિક પણ સામેલ છે. દેશમાં કોરોના વાયરસના હાલ 6,28,747 એક્ટિવ કેસ છે. 

The #COVID19 tally rises to 21,53,011 including 6,28,747 active cases, 14,80,885 cured/discharged/migrated & 43,379 deaths: Ministry of Health pic.twitter.com/FGm4qSg63m

— ANI (@ANI) August 9, 2020

આ બાજુ મહારાષ્ટ્રમાં શનિવારે કોરોના વાયરસના સૌથી વધુ 12,822 નવા કેસ સામે આવ્યાં. જેનાથી રાજ્યના કોરોનાના સંક્રમણના કુલ દર્દીઓનો આંકડો 5,03,084 પર પહોંચ્યો છે. સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ આ જાણકારી આપી. 

તેમણે જણાવ્યું કે કોવિડ-19થી 275 દર્દીઓના મોત બાદ રાજ્યમાં કોવિડ-19થી મૃત્યુ પામનારાઓનો આંકડો વધીને 17,367 થયો છે. જો કે રેકોર્ડ 11082 દર્દીઓને ડિસ્ચાર્જ પણ કરાયા. રાજ્યમાં હવે કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 3,38,362 થઈ છે. 

તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં હાલ 1,47,048 દર્દીઓ સારવાર હેઠળ છે. રાજ્યની રાજધાની મુંબઈમાં 1304 નવા કેસ આવ્યાં. જ્યારે એક જ દિવસમાં 58 લોકોના મૃત્યુ થયાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news